પાર્ટનરને કિસ કરવી એ પ્રેમની અભિવ્યક્તિની સુંદર રીત છે. આમ તો પ્રેમ વ્યક્ત કરવાની ઘણી રીત છે, પરંતુ કિસ કરીને પ્રેમની અભિવ્યક્તિ કરવી સૌથી કારગર છે. તેનાથી શારીરિક બંધન તો મજબૂત થાય જ છે, સાથે જ ભાવનાત્મક લગાવ પણ વધે છે. જોકે, કિસ કરવા દરમિયાન ઘણી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ચાલો, જાણીએ એવી 5 બાબતો....
મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તેને સૌથી પહેલા દૂર કરો
જો તમે તમારા પાર્ટનરને કિસ કરવા જઈ રહ્યા છો તો પહેલા એ ચેક કરી લો કે તમારા મોંમાંથી વાસ ન આવતી હોય. જો મોંમાંથી વાસ આવતી હોય તો ભૂલથી પણ તમારા પાર્ટનરને કિસ ન કરતા, નહીં તો મારી ઈમ્પ્રેશન તો ખરાબ પડશે જ,સાથે જ ઈન્ફેક્શન પણ લાગી શકે છે. તમે આ સમસ્યાના ઉકેલ માટે માઉથ ફ્રેશનરનો ઉપયોગ કરી શકો છો.
વધારે પડતા નજીક આવી જવું યોગ્ય નથી
કિસ કરવા દરમિયાન મોટાભાગના લોકો ઘણા નજીક આવી જાય છે. આ ખોટી રીત છે. બની શકે કે તમારો આ વ્યવહાર તમારા પાર્ટનરને પસંદ ન આવે. પ્રેમમાં કોઈપણ કામ ઉતાવળમાં ન કરવું જોઈએ.
કિસ કરવાની ખોટી રીત કરી શકે છે તમને બંનેને દૂરઘણી વખત કિસ કરવા દરમિયાન પાર્ટનર જરૂરતથી વધારે ઉતાવળો થઈ જાય છે. એવું કરવું યોગ્ય નથી. તમારે તમારા પાર્ટનરની ઈચ્છા અને તેની પસંદનું પણ પુરતું ધ્યાન રાખવું જોઈએ.
કિસ કરવા દરમિયાન આંખોનો પણ હોય છે મહત્વનો રોલ
પાર્ટનરને કિસ કરવા દરમિયાન મોટાભાગના લોકો પોતાની આંખો ખુલ્લી રાખે છે અને આસ-પાસ જોતા રહે છે. આ રીત ખોટી તો નથી, પણ પૂરી રીતે સાચી પણ નથી. એવામાં તમારું સમગ્ર ધ્યાન તમારા પાર્ટનર પર નથી રહેતું અને બની શકે કે તમારા આ વ્યવહારથી તમારો પાર્ટનર પોતાને ઉપેક્ષિત અનુભવ કરે.
કિસ કરવાનો અંદાજ પણ નાખી શકે છે રંગમાં ભંગ
દરેક વખતે એક જ રીતે કિસ કરવી થોડું બોરિંગ બની શકે છે. પાર્ટનરને ઈમ્પ્રેસ કરવા માટે તમારે દર વખતે કંઈક નવું ટ્રાય કરવું જોઈએ.
No comments:
Post a Comment