Monday, 16 November 2015

નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો

Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
જાણીને કદાચ તમને થોડું વિચિત્ર લાગશે, પરંતુ જો તમે કરી શકતા હો તો આ કામ ચોક્કસ કરી જુઓ. રાત્રે કપડાં પહેર્યા વગર ઊંઘો. વેલ, અમે જાણીએ છીએ કે તમે હવે નાના બાળક નથી રહ્યાં, પરંતુ ન્યૂડ ઊંઘવાના આ પાંચ ફાયદા તમે જાણશો તો ચોક્કસ એક વાર તો કપડા વગર ઊંઘવાનું ચોક્કસ ટ્રાય કરશો.
 
 

Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
તમે ભલે નાઈટવેરમાં ગમે તેટલા કમ્ફર્ટેબલ હો, પરંતુ તેનાથી તમારા શરીરને એટલું કમ્ફર્ટ નથી મળતું, જેટલું મળવું જોઈએ. અભ્યાસ અનુસાર, ગાઢ નિંદ્રા માટે શરીરને ઠંડા માહોલની જરૂર હોય છે. એક તો કપડા, અને તેની ઉપર પણ ચાદર કે બ્લેન્કેટ.. તેનાથી શરીરનું તાપમાન વધી જાય છે. જેથી આપણા શરીરને પ્રોપર સ્લીપ માટે અનુકૂળ માહોલ નથી મળી શકતો, જેની તેને જરૂર હોય છે.
 
 
 Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
આપણી ત્વચા પણ શ્વાસ લે છે. સામાન્ય રીતે, નહાવા સિવાય આપણે શરીર પરથી કપડાં ઉતારતા જ નથી. તેમાંય મહિલાઓના મામલામાં તો સિચ્યુએશન વધારે ખરાબ હોય છે. અંડરગાર્મેન્ટ્સથી પણ સ્કીન ઈન્ફેક્શનનો ખતરો રહેતો હોય છે. નેકેડ ઉંઘવામાં આ ખતરો ઘટે છે, અને સારૂં ફીલ પણ થાય છે.
 
 
 Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
પાર્ટનર સાથે તેની બાહોમાં બાહો નાખીને ઊંઘવાનો ફાયદો તો થાય જ છે, પરંતુ જો આ જ ઊંઘ તમે કપડાં ઉતારીને લો તો તમારા સ્વાસ્થ્ય માટે તે વધુ ફાયદાકારક રહેશે. તમે બંને એક વ્યસ્ત દિવસ બાદ જ્યારે એકબીજા સાથે નેકેડ થઈને ઊંઘશો તો ન માત્ર તમારૂં બ્લડ પ્રેશર ઘટશે, પરંતુ તમારો આખા દિવસનો થાક અને ટેન્શન પણ ખતમ થઈ જશે.
 
 
 Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
પાર્ટનર સાથે બેડ પર નેકેડ ઊંઘવાથી તમારા બંને વચ્ચે નજદીકીનો અહેસાસ મજબૂત થશે. ગયા વર્ષે બ્રિટનમાં થયેલા એક સર્વે અનુસાર, જે કપલ ન્યૂડ થઈને સૂતા તે પોતાના સંબંધમાં વધુ ખુશ અને સંતુષ્ટ હતાં.
 
 
 
 Photo - નગ્ન થઈને ઊંઘશો, તો ઘણા ફાયદામાં રહેશો
જો તમે સારી ઊંઘ નહીં લો, તો સવારે પણ ટેન્શનમાં જ રહેશો. તણાવ તમને ફાસ્ટફૂડ તરફ ધકેલશે. જ્યારે તમે સારી ઊંઘ લેશો ત્યારે તમારા ગ્રોથનું લેવલ પણ વધશે, અને સ્ટ્રેસ લેવલ કોર્ટસોલ ઘટશે. સવારે તમારૂં કોર્ટસોલ લેવલ વધે છે, જેથી તમારામાં દિવસની શરૂઆત કરવા ઊર્જાનો સંચાર થઈ શકે. પરંતુ જો તમારામાં રાત્રે સ્ટ્રેસનું લેવલ ઘટશે નહીં, તોતમે સવારે ઉઠીને એવું ફૂડ લેશો જે મેદસ્વીતાનું કારણ બની શકે છે. તો એક વાર ન્યૂડ થઈને ઊંઘવાનું ટ્રાય કરી જોજો, તમને ચોક્કસ તેનું પોઝિટિવ રિઝલ્ટ મળશે.
 
 
 

No comments:

Post a Comment