Sunday 13 December 2015

ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!

Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
કેટલાક સમય પહેલા ઈન્ડિયાના યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં જણાંયુ કે, દગો આપવાના મામલે મહિલાઓ પુરુષોથી વધુ પાછળ નથી. જેટલા લોકો પર આ સ્ટડી કરાયો, તેમાંથી 23 ટકા પુરુષોએ તેમના પાર્ટનરને દગો આપવાની વાત સ્વીકારી. તો, 19 ટકા મહિલાઓએ માન્યું કે, તેમણે તેમના પાર્ટનર સાથે ચીટ કર્યું છે
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
આ મહિલાઓએ સ્વીકાર્યું કે, તેમના પાર્ટનરને દગો આપવાનું તેમને દુઃખ તો છે, પંરતુ કોઈની ભાવનાત્મક મજબૂતી માટે એવું કરવાથી પોતાને રોકી શકતી નથી
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
જો તમને પણ શંકા છે કે તમારી પાર્ટનર હાલના દિવસોમાં બીજા કોઈમાં સપોર્ટ શોધી રહી છે તો તેમના વર્તનની આ 7 બાબતો પર ધ્યાન આપો. તેના તમને તરત ખબર પડી જશે કે તમારા સંબંધો પર ખતરો મંડરાઈ રહ્યો છે...
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
વોશરૂમમાં ફોન લઈને જાય છે

અચાનકથી તેના મનમાં તેના ફોન માટે ઘણો પ્રેમ ઉભરાઈ આવ્યો છે અને વોશરૂમમાં પણ તે ફોનને સાથે લઈને જાય છે. તેના ફોનના પાસવર્ડ જલદી-જલદી બદલે છે અને પૂછવા પર તે તેમને સ્પષ્ટ કારણ નથી બતાવી શકતી. એટલું જ નહીં, ફોનનો ઉપયોગ પણ તે તમારી નજર બચાવીને કરે છે. જો એવું છે તો તેના પર નજર રાખો અને સંબંધોને બચાવવા માંગો છો તો તમારા વર્તનને પણ યોગ્ય બનાવો.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
હાલના દિવસોમાં વધુ મેકઅપ કરે છે

જ્યારે તમે છેલ્લી વખત મૂવી જોવા જવા માટે તેને સારી રીતે તૈયાર થવા કહ્યું હતું તો તેનો જવાબ હતો કે આટલા નજીક છીએ પછી તારા માટે આ બધાની શું જરૂર છે. પરંતુ હાલના દિવસોમાં તે તૈયાર થવામાં વધુ સમય લઈ રહી છે, નવું શોપિંગ કરી રહી છે અને કોસ્મેટિકમાં પણ જરૂરતથી વધુ ખર્ચ કરી રહી છે, તો તમે થોડા પોતાને ગ્રૂમ કરવા પર પણ ધ્યાન આપો. નહીં તો તમારી સામે એક હેન્ડસમ પ્રતિસ્પર્ધી જલદી જ ઊભો હશે.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તેની નવી બહેનપણી 'ઘણી ખાસ' છે

આજકાલ તે તેની એક નવી બહેનપણી વિશે વધુ વાત કરે છે. અવાર-નવાર તમને કહે છે કે તે કેટલી મસ્તી અને આઝાદીથી રહે છે અને કેટલી ખુશ છે. જો તમને લાગે છે કે બંનેમાં સારી દોસ્તી છે તો થોભો. તેની હકિકત એ છે કે તે તેની સ્વચ્છંદ જિંદગીની ઈર્ષા કરી રહી છે અને આ ભાવના કાં તો તેને તમારા રોકટોકના વર્તુળમાંથી બહાર નિકાળી ચૂકી છે કે પછી એવું જલદી જ થવાનું છે. તેનો અંદાજ તમે તેની વાતોમાં તેની બહેનપણીના વખાણની તીવ્રતા પરથી લગાવી શકો છો.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તેને થોડો સ્પેસ જોઈએ

આપણે બધાને થોડો સમય આપણી જાત માટે જોઈતો હોય છે. જો કેટલોક સમય તમારી દૂર રહેવાનું કારણ ઘરની મુશ્કેલીઓ, ઓફિસનો તણાવ વગેરે બતાવે છે તો તેની મુશ્કેલી બરાબર છે. પરંતુ આ દરમિયાન તે તમારા ફોન કોલ્સને સતત નથી ઉઠાવી રહી, મેસેજ અને ત્યાં સુધી કે ઈ-મેલનો જવાબ પણ નથી આપતી તો જાણી લો કે તમારાથી બચવાને બદલે તમને છોડવાનો નિર્ણય કરી ચૂકી છે.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
PDA હવે તેને પસંદ નથી

સંબંધોની શરૂઆત હાથ પકડીને ફરવું, એક જ આઈસ્ક્રિમ શેયર કરવો, એક પ્લેટમાં જમવું... આ બધુ પબ્લિક ડિસ્પ્લે ઓફ એફેક્શન તેને ઘણું પસંદ હતું, પરંતુ હવે આ બધું તેને બાલિશ લાગે છે. મેસેજમાં લવ યુ, મિસ યુની જગ્યાએ હવે ઔપચારિક શબ્દ થઈ ગયા છે તો સમજી લો કે તેના દિલમાં કોઈ બીજું તમારું સ્થાન લઈ ચૂક્યું છે.
Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
તે તમારા પર શંકા કરે છે

સંબંધોમાં બંને પાર્ટનરમાંથી જે કોઈ પણ ભૂલ કરે છે કે પછી સ્પષ્ટ કહીએ તો દગો આપી રહ્યો છે, મોટાભાગે પોતાને જ સાચો સાબિત કરવા માટે બીજા પર આરોપ લગાવે છે. તમે કંઈપણ કહો અને તે ઉશ્કેરાઈ જાય છે અને તમારા પર આરોપ લગાવે છે તો સમજી જાઓ કે દાળમાં કંઈક કાળુ છે.
 Photo - ક્યાંક એ તમને દગો તો નથી આપી રહી!
છેલ્લી ઘડીએ પ્લાન બદલી નાંખે છે

તમે બંનેએ ડિનરનો પ્લાન બનાવ્યો છે કે પછી કોફી શોપમાં મળવાનું વચન આપ્યું છે અને તમે સમયસર નીકળ્યા છો. પરંતુ અચાનક છેલ્લી ઘડીએ તેણે આવવાની ના પાડી દીધી. એક-બે વખત આવું બની શકે પંરતુ તેનાથી વધુ વખત બને અને તે બહાના પણ એવા આપે કે સવારે યોગ માટે જલદી ઉઠવાનું છે, કે કામ પર જવાનું છે તો જાણી લો કે હવે તેને તમારા કરતા બીજા કોઈમાં વધુ રસ છે.
 
 

No comments:

Post a Comment