Saturday 30 January 2016

આ પાંચ વાતોથી પાવરફુલ વ્યક્તિ દૂર રહે છે

Photo - આ પાંચ વાતોથી પાવરફુલ વ્યક્તિ દૂર રહે છે
પાવરફુલ વ્યક્તિ એ વાત સમજે છે કે તેમનો એક-એક શબ્દ વજન રાખે છે, એટલે તે કાર્યસ્થળ પર એક-એક શબ્દ તોળી-તોળીને અને સંતુલિત રીતે બોલે છે. જો તમે પણ પાવરફુલ બનવા ઈચ્છો છો તો આ વાક્યોને બોલવાથી દૂર રહેજો. અમે જણાવી રહ્યા છીએ પાંચ એવા વાક્યો જેનાથી દૂર રહેવાથી તમે પણ પાવરફુલ વ્યક્તિ બની શકો છો.
 
 
Photo - તમે સાચું કહું તો...
તમે ઘણી વખત જોયું હશે કે કોઈ તમને વાત મનાવવા માંગે છે કે પોતાને પારદર્શી બતાવવા માંગે છે તો કહે છે કે, 'તમને સાચું કહું તો' કે 'પ્રામાણિકતાથી કહું છું'. પાવરફુલ વ્યક્તિ આવા વાક્યોનો કાર્ય સ્થળે ક્યારેય ઉપયોગ કરતા નથી. એક રીતે આ શબ્દો બતાવે છે કે તે ખોટું પણ બોલી શકે છે અને તેમની વિશ્વનિયતા પર સવાલ ઉભા થઈ શકે છે. પાવરફુલ લોકો કોઈ પણ વાત મનાવતી કે કહેતા સમયે કોઈ શરત નથી મૂકતા.
 
 
 Photo - હું એકલો કામ કરું છું...
ઘણા લોકો કહે છે કે હું કોઈની મદદ નથી લેતો, જે કરું છું મારા દમ પર જ કરું છું. આ વાક્ય ઘણું ઝડપે લોકપ્રિય થઈ રહ્યું છે. જ્યારે હકિકત એ છે કે દુનિયામાં દરેક વસ્તુ એક-બીજા સાથે જોડાયેલી છે અને પાવરફુલ લોકો એ વાતને સારી રીતે સમજે છે. તે બીજાની સાથે મળીને કામ કરે છે અને પોતાના કામને સારું અને સફળ બનાવે છે. પાવરફુલ લોકો ખાસ કરીને કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હોય છે તો કોઈની પણ મદદ માંગવામાં, સલાહ લેવામાં કે ફીડબેક માંગવામાં થોડો પણ સંકોચ કરતા નથી. તે એવું કામ નથી કરતા જેનાથી કે લોકોનો તેમના પરથી ભરોસો ઉઠી જાય.
 
 
 Photo - આ મારી સમસ્યા નથી...
પાવરફુલ લોકો સમસ્યાઓ પસંદ કરે છે. તે તેનાથી દૂર ભાગતા નથી. કાર્ય સ્થળ પર તે પડકારોનો સામનો કરે છે અને તેને સમાધાનમાં બદલે છે. તે જવાબદારીથી ભાગતા નથી પરંતુ તે એમ કહીને તેને ગળે લગાવે છે કે 'એ મારા પર છોડી દો' કે 'હું તેને હેન્ડલ કરીશ'. જ્યારે જવાબદારી લેવાની વાત આવે તો તે આગળ આવે છે અને જ્યારે ક્રેડિટ લેવાની વાત આવે તો તે બીજાનો ખ્યાલ રાખી પોતાને પાછળ રાખે છે. તે લોકપ્રિયતાના સ્થાન પર સન્માન ઈચ્છે છે.
 
 
Photo - આ અશક્ય છે...
પાવરફુલ લોકો ક્યારેય પણ એવું નથી કહેતા કે આ કામ 'અશક્ય' છે. તેના બદલે તેઓ કહે છે કે તે હું કરી શકું છું.
 
 
 
Photo - એમાં હું શું કરી શકું?
કાર્ય સ્થળ પર આ વાક્યો બોલનારા લોકો પરિસ્થિતિ સામે શસ્ત્રો હેઠાં મૂકી દે છે અને પોતાને બદલવાની સંભાવના સામે હાર માની લે છે. તેના બદલે પાવરફુલ લોકો એમ કહે છે કે, તેના બદલે શું થઈ શકે? તેઓ શું બદલી શકે અને કોને પ્રભાવિત કરી શકે છ, તેની મર્યાદા નક્કી નથી કરતા.
 
 
 

Wednesday 20 January 2016

હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!

Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
હનીમૂન પછી કપલ્સ છુટ્ટા પડવાના કેસિસમાં ઘણો વધારો જોવાઇ રહ્યો છે. લો ટોલરન્સ અને એક બીજા સાથે એડજસ્ટ ન થવું તેના મુખ્ય કારણો ગણાય છે. ઘણાં કોમ્પ્રોમાઇઝ કર્યા પછી વ્યક્તિ એવા સ્તર પર પહોંચી જાય છે કે જ્યાં તે આગળ કોઇ જ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતી.

અર્બન કપલ્સમાં લગ્નના થોડા જ મહિનામાં છુટ્ટાં પડવાનો ટ્રેન્ડ જોવાઇ રહ્યો છે. હનિમૂન કરીને સોલમેટ્સ બનીને પાછું આવતું કપલ તો હવે ભૂતકાળની વાત થઇ ગઇ છે. હનીમૂન પછી કપલ્સ છુટ્ટા પડવાના કેસિસમાં ઘણો વધારો જોવાઇ રહ્યો છે. ગયા મહીને એક કપલ બાલીમાં તેમનું હનીમૂન મનાવવા ગયું પણ પત્નીની તેના પતિને રિઝવવાની બધી જ ટ્રીક્સ નાકામ રહેતા દસ દિવસનું હનીમૂન માત્ર ત્રણ જ દિવસમાં પુરું કરી દેવાયું હતું! જ્યારે તેમના આનું કારણ પુછાયું ત્યારે છોકરાએ કહ્યું કે તે અત્યારે કોઇ બીજાના પ્રેમમાં ન હોવા છતાં તેની વાઇફ સાથે કનેક્ટેડ ફીલ નથી કરી રહ્યો. હનીમૂનમાંથી પાછા વીને તેમણે છુટાછેડા લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
 
 Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
સાઇકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર સંજોય મુખર્જી જણાવે છે કે, 'છેલ્લા ત્રણ વર્ષમાં હનીમૂન પછીના ડિવોર્સમાંના નંબર્સમાં ઘણો વધારો થયો છે. ઇમોશનલ ક્મ્પેટિબિલિટીની સાથે ફિઝિકલ ઇન્ટિમસીને રિલેશનશિપના અગત્ત્યના ઘટક તરીકે જોવાઇ રહ્યું છે. જ્યારે રિલેશનશિપમાં આની કમી થાય ત્યારે પાર્ટનરને સેક્સ આનંદદાયકની જગ્યાએ રોબોટિક લાગવા માંડે છે. જ્યારે તમે તમારા પાર્ટનર સાથે ફિઝિકલી ક્લોઝ ન રહો ત્યારે આપોઆપ ડિફરન્સિસ બહાર આવવા માંડે છે.'
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
લવ મેરેજિસમાં પણ આવું થાય છેઃ એક બીજાના ગમા અણગમા ન ખ્યાલ હોય ત્યારે આ વાત અરેન્જ મેરેજમાં થતી હશે તેવું આપણે માનતા હોઇએ પણ લવ મેરેજમાં પણ આવું થઇ શકે છે. વકીલ મૃણાલિની દેશમુખ જણાવે છે કે, 'છેલ્લા બે મહિનામાં મેં ઘણા વધારે લવમેરેજિસને તૂટતા જોયા છે. લો ટોલરન્સ અને એક બીજા સાથે એડજસ્ટ ન થવું આના મુખ્ય કારણોમાં જોવાય છે.'
 
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
લગ્ન પછી વર્તનમાં ફેરફાર પણ આનું મુખ્ય કારણ છે. ગૌરી સેહગલ (નામ બદલ્યું છે)એ તાજેતરમાં ડિવોર્સ પેપર્સ ફાઇલ કર્યા છે. તે જણાવે છે કે, 'અમે લગ્ન પહેલા ત્રણ વર્ષ સુધી ડેટિંગ કરતા હતા. પણ મેં અમારા હનીમૂન દરમિયાન મોટો ફેરફાર જોયો. તે મને તેનું બધું જ કામ કરવા કહેતો. અમે ડેટિંગ કરતા હતા તેનાથી આ તદ્દન વિપરિત હતું અને વધારે શોકિંગ હતું. એટલે મેં ડિવોર્સ ફાઇલ કરવાનું નક્કી કરી લીધું.'
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
સાઇકિયાટ્રીસ્ટ હરિશ શેટ્ટી કે જેમણે ભૂતકાળમાં આવા ઘણા કેસિસ જોયા છે તે કહે છે કે, એક બીજાને રેસ્ટોરન્ટમાં મળવું અને એક જ છત નીચે રહેવું એ બન્નેમાં ઘણો તફાવત છે.

તમારે તે વ્યક્તિ સાથે રહેવું પડે છે અને તેની રોજની હેબિટ્સ સહન કરવી પડે છે. વ્યક્તિનો સાચો ચહેરો લગ્ન પછી જ સામે આવતો હોય છે. જો કોઇ એક પાર્ટનર બીજાને ડોમિનેટ કરે અને રિસ્પેક્ટ ન આપે ત્યારે એવી ફીલિંગ આવતી હોય છે કે હું તો આ માણસને નહોતી ઓળખતી અથવા ઓળખતો.'
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
નોન કન્ઝમ્પશન મોટો ઇશ્યુ છેઃ તેમના નેચરમાં ડિફરન્સિસ, ભૂતકાળની રિલેશનશિપ્સ, એક્સપેક્ટેશન્સ, હકીકતને સંતાડવીની સાથે નોન કન્ઝમ્પશન ઓફ મેરેજ પણ ડિવોર્સના મુખ્ય કારણોમાં છે. ઇગો હેસલ્સ અને ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડેન્સનો પણ તેમાં હાથ છે. એડવોકેટ એસ જે નગસરી જણાવે છે કે, 'ફેમિલીની વધારે પડતી દખલગીરી પણ કોઇ પણ રિલેશનશિપમાં રેડ સિગ્નલ તરીકે જોવાય છે.

દિલ્હીની એક છોકરી મુંબઇના છોકરા સાથે પરણી અને તેમના હનીમૂન પછી તે તેની મમ્મીના ઘરે વધારે જવા માંડી. આને કારણે છોકરાને થવા માંડ્યું કે તેમની પર્સનલ લાઇફમાં આ વધારે દખલ છે. જ્યારે સામે પક્ષે લગ્નના એક વર્ષમાં આઠ વાર તેની મમ્મીને ત્યાં રોકાવા ગયેલી છોકરીએ તેના પતિ પર દોષ ઢોળ્યો.'
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
ટોલરન્સ માટે સમય નહીંઃ રોજબરોજના જીવનમાં સ્ટ્રેસમાં વધારો લોકોમાં વધારે ટેન્શન ક્રિએટ કરે છે. ઘણી બધી વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા પછી વ્યક્તિ એવા સ્તર પર પહોંચી જાય છે કે જ્યાં તે આગળ કોઇ જ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતી. આ મોટે ભાગે હાયર મીડલ ક્લાસમાં વધારે જોવા મળે છે.

યંગ કપલ્સ કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા હોતા. સાઇકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર નંદિતા શર્મા કહે છે કે, મેં એવા ઘણા કપલ્સ જોયા છે કે જે તેમના લગ્નના બે ત્રણ મહિનામાં જ ડિવોર્સ લઇ લેતા હોય છે.

આમાંના મોટાભાગના કેસિસમાં તેમની પાસે એકબીજાને ઓળખવાનો સમય હોય છે અને તે લોકો ફિઝિકલી ઇન્ટિમેટ પણ હોય છે. છેલ્લા પાંચ મહિનામાં સ્ત્રીઓ ડિવોર્સ લેવા માટે વધુ આવી રહી છે. તેઓ પુરુષો જેટલું જ કમાય છે અને પુરુષોની અનરૂલી ડિમાન્ડ્સ અને બિહેવિયરને સહન નથી કરતી.
 
Photo - હનીમૂનથી પાછા આવ્યા ને છૂટાછેડા!
કપલ્સ માટે ટિપ્સઃ તત્ક્ષણ લીધેલા નિર્ણયો પછી પસ્તાવો અપાવે છે. અરેન્જ મેરેજમાં એક બીજાને સારી રીતે ઓળખવા ખૂબ જ જરૂરી છે. કપલ્સે એ જાણવાની જરૂર છે કે એક બીજાને ઓળખવામાં અને સાથે વિકસવામાં થોડો સમય લાગતો હોય છે. સાથે તે જેવા હોય તેવા સ્વિકારવા પણ અગત્ત્યની વાત છે.

મેરેજ એક રીતે વર્ક ઇન પ્રોગ્રેસ છે. તેને તમે જે રીતે કારને મેઇન્ટેઇન કરો તે રીતે મેઇન્ટેઇન કરતા રહેવું પડે છે જેથી તે સતત ચાલ્યા કરે.
 
 
 
 
 
 
 
 

ના દવા, ના ટોનિક આ રીતે વધારો પુરુષત્વ

Photo - આ રીતે વધારો પુરુષત્વ
આજે પુરુષત્વની ખામી દુનિયાની સામે એક મોટી સમસ્યા બની ગઈ છે. દુનિયા વાયેગ્રા જેવી દવાઓનો સહારો લેવા મજબૂર છે. આ દવાઓના સાઈડ ઈફેક્ટ પણ સામે આવી રહ્યા છે. આપણા મહાન ઋષિમુનિઓએ આ સમસ્યાનું નિદાન પણ આયુર્વેદ દ્વારા કર્યું છે. આનંદનું રહસ્ય આપણા પૂર્વજ બરાબર જાણતા હતા અને તેમણે તેને આપણા માટે સુલભ પણ કરાવ્યું છે. જે આ રહસ્યને જાણે છે તે આજે પણ લાભ ઉઠાવી રહ્યા છે. તમે પણ લાભ ઉઠાવો....
 
 
Photo - આ રીતે વધારો પુરુષત્વ
પુરુષે સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું જોઈએ. જો વ્યક્તિ સમગ્ર જીવન સુધી આનંદિત જીવવા માંગે છે તો તેણે પોષ્ટિક પદાર્થો અને પુષ્ટિકારક યોગોનું સેવન કરતા રહેવું જોઈએ. દરેક પુરુષ ઈચ્છે છે કે તેના પુરુષત્વનો અંત ન આવે. તેના માટે તે ઘણા પ્રયત્નો પણ કરે છે અને ક્યારેક ડોક્ટર પાસે પણ જાય છે. પરંતુ હવે કોઈએ ડોક્ટર પાસે જવાની જરૂર નથી, આ વાતોનું ધ્યાન રાખો...
 
Photo - આંબળાથી શરૂઆત
આંબળા ગુણોની ખાણ છે તેમજ બધા પ્રકારના રોગો સામે લડવા પમાટે રોગ પ્રતિકારક ક્ષમતા પેદા કરે છે. તે વિટામિન-સીનું અદ્ભૂત સ્ત્રોત છે. એક આંબળામાં સંતરાની સરખામણીમાં ૨૦ ગણું વધારે વિટામીન સી હોય છે. આયુર્વેદમાં આંબળાને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આંબળાથી જ આયુર્વેદનું ચમત્કારીક રસાયણ ચ્યવનપ્રાશ બનાવાય છે કે જે બધા પ્રકારના રોગોમાં લાભદાયી હોય છે. આંબળાનો એક ગુણ પૌરુષ શક્તિ વધારતો છે.
 
 Photo - ડ્રાયફૂટ ખાઓ
ક્ષમતા વધારવામાં મધ અને ભીની બદામ કે કિશમિસને દૂધમાં ભેળવી દરરોજ પીવાથી ઘણો લાભ થાય છે. બદામ, કિશમિશને પલાળીને નાસ્તામાં લેવાથી પણ લાભ થાય છે.
 
Photo - તડકો ખાઓ
જે પુરુષ પોતાનું પુરુષત્વ વધારવા ઈચ્છે તેણે તડકો ખાવો જોઈએ. એવું કરવાથી તે પોતાનું પુરુષત્વ વધારી શકે છે. તડકામાંથી મળતું વિટામીન ડી પુરુષત્વ વધારે છે. જોકે તેમાં પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા સવારના તડકો જ લેવો કેમકે તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ખૂબ જ ઓછા હોય છે.
 
Photo - બદામ, પિસ્તા અને દૂધ બેસ્ટ
બ્રિટિશ સંશોધનમાં માનવામાં આવ્યું છે કે, રોજ બદામ અને પીસ્તાનું સેવન કરવાથી પુરુષોને આ સમસ્યાથી છૂટકારો મળે છે અને તેમની યૌન ક્ષમતા વધે છે. એ જ કારણ છે કે ભારતીય સભ્યતાથી લઈને રોમન સભ્યતા સુધી લગ્નની પહેલી રાત્રે નવવિવાહિત જોડીને બદામ, પિસ્તા અને દૂધ વગેરે આપવામાં આવે છે.
 
Photo - સાઈકલ પર થાવ સવાર
સવારે જલદી ઉઠો, એટલે કે તડકો નિકળવાથી પહેલા અને તાજું પાણી પીવો પછી થોડી વાર રોકાઈને સાઈકલ ઉઠાવો અને નિકળી જાઓ લગભગ ૧૦ કિલોમીટર અને પછી પાછા આવો. આ પ્રકારે ૨૦ કિલોમીટર સાઈકલ ચલાવો, વચ્ચેમાં એક દિવસનો ગેપ રાખો.
 
Photo - લીલાં શાકભાજી
લીલાં શાકભાજી અને ફોતરાંવાળી દાળ રોટલીની સાથે ખાઓ. રોટલી માખણ કે મલાઈની સાથે લો. ભોજનમાં સલાડનો ભરપૂર ઉપયોગ કરો અને ડુંગળી, લસણ અને આદુનો સંતુલિત ઉપયોગ કરો.
 
Photo - પ્રાકૃતિક ભોજન લો
શક્તિ વધારવા કે જાળવી રાખવા માટે પ્રાકૃતિક ભોજન લેવું જોઈે. જેમકે, અનાજ, તાજા લીલાં શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વિનાના ભાત, તાજા ફળ, સૂકા મેવા, ચોકરયુક્ત લોટની રોટલી, અંકુરિત ખાદ્ય અન્ન, દૂધ, ઘી, ઈંડા તથા દરિયામાંથી પ્રાપ્ત થતું ભોજન વગેરે.
 
Photo - શાકાહારી ભોજન લો
તમારે ક્ષમતા વધારવા માટે માંસાહારીને બદલે શાકાહારી ભોજન લેવું જોઈએ અને તેમાં પણ નિયમિત રીતે લીલાં પાંદડાંવાળી શાકભાજી લેવી જોઈએ.
 
 
Photo - પ્રોટીન અને વિટામિનનો મારો રાખો
ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન ઘણું મદદગાર સાબિત થાય છે. એટલા તમારે તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોને લેવા જોઈએ જેથી તમારા શરીરમાં સ્ફૂર્તી પણ આવશે. મોટા પ્રમાણમાં પ્રોટીન લો.
 
Photo - ફાસ્ટ ફૂડથી દૂર રહો
ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પિઝ્ઝા, બર્ગર તેમજ ચાઉમીન વગેરેનું સેવન નિયમિત રીતે કરવાથી ઉર્જા ઘટે છે. એવામાં આ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
 
Photo - પ્રકૃતિની નજીક રહો
રોજ દહીનું સેવન કરો તથા સાંજે દ્રાક્ષના જ્યૂસમાં મોસંબી કે લીંબુનો રસ નાખી પીવો. ભોજનમાં સાદુ અનાજ લો. ખુલ્લામાં કે છત પર સુવો અને મચ્છરથી બચવા મચ્છરદાનીનો પ્રયોગ કરો.
 
Photo - પછી જુઓ જાદુ

આ ઉપયા એક સાથે લઈને ચાલો અને પછી જુઓ જાદુ...ટેસ્ટેરોન વધવાની સાથે-સાથે તમારું જીવન પણ આનંદિત થઈ જશે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ

Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
બોડીની નેગેટિવ ઈમેજથી માત્ર મહિલાઓ જ નહીં, પુરુષો પણ ગ્રસ્ત રહેતા હોય છે. પુરુષોમાં હીન ભાવનાની જો સૌથી સામાન્ય સમસ્યા છે તે પોતાના લિંગની સાઈઝને લઈને ચિંતિત રહેવું. જો તમે પણ આવી જ પરેશાનીથી પીડિત છો તો અજમાવો આ ટિપ્સ અને નેચરલી વધારો તમારા લિંગની સાઈઝ.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
સ્મોકિંગ કરવું છોડી દો: સિગરેટના નાના-નાના કણ ધમનીઓને બ્લોક કરી દે છે, જેનાથી શરીરના તમામ હિસ્સાઓ સુધી યોગ્ય માત્રામાં લોહી નથી પહોંચી શકતું. જેનાથી શરીરનો યોગ્ય રીતે વિકાસ નથી થઈ શકતો. આ જ વાત શરીરના અન્ય હિસ્સાઓની સાથે લિંગ પર પણ એટલી જ લાગુ પડે છે. માટે, સ્મોકિંગ છોડી દેવું તમારા માટે યોગ્ય રહેશે.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
નિયમિત કરસત કરો: માત્ર મજબૂત મસલ્સ અને વજન ઓછું કરવા જ જીમ જવાની કોઈ જરૂર નથી. જો તમે તમારા લિંગની સાઈઝ વધારવા ઈચ્છતા હો તો જીમ જાઓ. જેનાથી ધમનીઓનો રસ્તો સાફ થશે અને બ્લડ સર્ક્યુલેશન પણ યોગ્ય બનશે.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
હાઈ કેલરીનો ખોરાક ટાળો: વધુ ફેટ અને કેલરી ખાવાથી ન માત્ર હાર્ટની બીમારી થાય છે, સાથે પેનિસ નાનું થઈ જવાનો પણ ખતરો રહે છે. કસરત અને શારીરિક મહેનત ન કરવાને કારણે ધમનીઓમાં કોલેસ્ટેરોલ વધવાનો ખતરો રહે છે, જેનાથી તમારા લિંગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે. માટે યોગ્ય કદના પેનિસ માટે તમારે જંક ફૂડ છોડવું જ રહ્યું.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
વધુ શાકભાજી અને ફળ ખાઓ: તેવા ફળો અને શાકભાજી ખાઓ જેમાં એન્ટિ ઓક્સિટન્ડ વધારે માત્રામાં હોય. આ કમ્પાઉન્ડ ધમનીઓમાં મોજૂદ ફ્રી રેડિકલ સામે લડે છે અને ધમનીઓને મજબૂત બનાવે છે. માટે એન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર ફળ અને શાકભાજીના સેવનથી આપ આપના લિંગની સાઈઝ વધારી શકો છો.
 
 
 Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
પેટ પર જામેલી ચરબી ઘટાડો: ગોળમટોળ પેટથી પેનિસ નાનું લાગ છે. ભલે તે મોટું હોય, પરંતુ આપના ભારેભરખમ પેટને કારણે તે નાનું જ દેખાશે. માટે, પેટની ચરબીને ઓછી કરો
 
 Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
તણાવ ઓછો કરો: નિરાશા અને તણાવને કારણે પણ પેનિસની સાઈઝ ઘટી જાય છે, કારણકે તણાવની સ્થિતિમાં બ્લડ પેનિસમાંથી પાછું જતું રહે છે અને પેનિસની સાઈઝ વધી નથી શકતી. પર્ફોમન્સનો ડર પણ પેનિસ નાનું હોવાના કારણોમાં એક છે.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
મેડિટેશન કરો: બહેતર સેક્સ લાઈફ માટે મેડિટેશન કે પછી યોગ કરો. મેડિટેશનથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને પેનિસની સાઈઝ વધે છે.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
બોડી વોર્મઅપ કરો: ઠંડા તાપમાનમાં પેનિસની સાઈઝ ઘટી જાય છે. માટે શરીરને ગરમ રાખવા માટે ગરમ શૉવર લો. જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધશે અને પેનિસની સાઈઝ વધશે.
 
Photo - લિંગની સાઈઝ વધારવાની ટિપ્સ
પેનિસ પંપ: આ એક પંપ કે વેક્યુમ હોય છે જે પિલ, ક્રીમ કે જેલથી પેનિસની સાઈઝને વધારી શકાય છે. તે બ્લડને ખેંચીને પેનિસ તરફ લાવે છે જેનાથી પેનિસની સાઈઝ વધે છે. જોકે, હંમેશા આ પ્રયોગ કરવો ખતરનાક નિવડી શકે છે, કારણકે તેનાથી નસોને નુક્સાન પહોંચવાનો ખતરો રહે છે.
 
 
 
 
 
 
 
 

પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?

Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
પુરુષો સવારમાં ઉઠે ત્યારે જ તેમને સેક્સ કરવાની ઈચ્છા થાય છે. તેનાથી વિરૂદ્ધ મહિલાઓને વહેલી સવારે ઊંઘવાની મજા આવે છે. આવું કેમ થાય છે તે સવાલનો જવાબ આખરે મળી ગયો છે. પુરુષોને સેક્સની ઈચ્છા તેમના શરીરમાં થતાં ટેસ્ટોસ્ટેરોનના સ્રાવ પર નિર્ભર હોય છે. આગળ ક્લિક કરો અને જાણો શું છે દિવસના જુદાજુદા સમય અને ટેસ્ટોસ્ટેરોનનું કનેક્શન.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે પાંચ વાગ્યે: પુરુષ ઉઠ્યો પણ ન હોય તે પહેલા જ આ સમયે તેના ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ દિવસના અન્ય સમય કરતાં ઘણું વધારે હોય છે. રિસર્ચ અનુસાર, આ સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર 25 થી 50 ટકા વધારે હોય છે. ટેસ્ટોસ્ટેરોનનું પ્રોડક્શન પિટ્યૂટરી ગ્રંથીમાં થતું હોય છે. જે રાતભર કામ કરતી રહે છે, જેના કારણે સવારે આ સ્ત્રાવ ભેગો થાય છે અને તેનાથી પુરુષની જાતિય ઈચ્છા વધી જાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે છ વાગ્યે: જો રાત્રે સારી અને ગાઢ ઊંઘ આવી હોય તો આ સમયે સેક્સ કરવાની પુરુષોની ઈચ્છા ઘણી જ વધી જાય છે. રિસર્ચ દર્શાવે છે કે પુરુષને જેટલી સારી ઊંઘ આવે તેટલું જ તેનામાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધે છે. અમેરિકન મેડિકલ અસોસિયેશનના જણાવ્યા અનુસાર, જો પુરુષ પાંચ કલાક સારી ઊંઘ ખેંચી લે તો તેની જાતિય ઈચ્છાને વધારતું ટેસ્ટોસ્ટેરોન 15 ટકા વધી જાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે સાત વાગ્યે: પુરુષો જાગે છે ત્યારે તેમના સેક્સ હોર્મોન્સનું પ્રમાણ ટોચ પર હોય છે, જ્યારે મહિલાઓનું સૌથી નીચું. પુરુષો અને મહિસાઓમાં સેક્સ હોર્મોન્સમાં વધારો થવાનો સમયગાળો ઊંધો હોય છે. મહિલાઓના હોર્મોનમાં થતો વધારો તેમની માસિક સાયકલ પર નિર્ભર હોય છે. તેના મધ્યાંતરે તેમનામાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 30 ગણું વધી જાય છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સવારે આઠ વાગ્યે: દિવસની શરૂઆત કરવાના આ સમયે પુરુષ અને સ્ત્રીના સ્ટ્રેસ હોર્મોનમાં વધારો થાય છે. જેથી સેક્સ હોર્મોન્સની અસર મંદ પડવા લાગે છે. જેમ-જેમ દિવસ પસાર થતો રહે છે તેમતેમ પુરુષના શરીરમાં સ્ટેડિલી ટેસ્ટોસ્ટેરોન બનતું રહે છે. આ હોર્મોન મસલ ગ્રો અને સ્પર્મ પ્રોડક્શનમાં પણ ઉપયોગી છે. દરેક 90 મિનિટે તેના સ્તરમાં વધારો-ઘટાડો થાય છે, જેનો આધાર શરીરની ઈન-બિલ્ટ ક્લોક પર છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
બપોરે બાર વાગ્યે: ઓફિસમાં જો કોઈ આકર્ષક કલીગ ફરતી હોય તો પુરુષ તેને જોઈને આકર્ષાય છે. પરંતુ આ તેના હોર્મોન્સ નહીં, પરંતુ નર્વસ સિસ્ટમને આભારી છે. કોઈ આકર્ષક સ્ત્રીને જોઈ પુરુષના મગજમાં ચોક્કસ પ્રકારના હોર્મોન્સ પેદા થાય છે, જેના કારણે તેના ગુપ્તાંગમાં રક્તનો પ્રવાહ વધે છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
બપોરે એક વાગ્યે: લંચના સમયે જો કોઈ પુરુષ આકર્ષક સ્ત્રીને જોઈ લે તો તે ઉત્તેજીત થઈ જાય છે. પરંતુ સ્ત્રીઓમાં આવું થવાના ચાન્સ ઓછા હોય છે. ઉલ્ટાનું રિસર્ચ તો એવું જણાવે છે કે સ્ત્રીના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં ત્યારે જ શક્યત: વધારો થાય છે જ્યારે તે પોતાના પાર્ટનર સાથે હોય.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે છ વાગ્યે: ઓફિસ પૂરી થવાના સમયે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન થવાની શરૂઆત થાય છે, જ્યારે સ્ત્રીઓનું ટેસ્ટોસ્ટેરોન લેવલ વધે છે. મતલબ કે, આ સમયે પુરુષોને સેક્સ કરવાની ખાસ ઈચ્છા નથી થતી, જ્યારે સ્ત્રીઓમાં તેનાથી ઉલ્ટું થાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે સાત વાગ્યે: આખા દિવસના સ્ટ્રેસ બાદ સાંજે સાત વાગ્યે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન હોય છે. જોકે, મ્યુઝિક સાંભળવાથી તેના લેવલ પર સીધી અસર થાય છે. રિસર્ચ એવું કહે છે કે, મ્યૂઝિકથી સ્ત્રી રિલેક્સ થાય છે, અને તેની જાતિય ઈચ્છા વધે છે. પરંતુ પુરુષોમાં તેની ઊંધી અસર થાય છે અને તેના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
સાંજે આઠ વાગ્યે: ટીવી પર જો કોઈ રસપ્રદ મેચ ચાલતી હોય તો, તેનું રિઝલ્ટ પણ પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલ પર અસર કરી શકે છે. રિસર્ચ અનુસાર જો પોતે જે ટીમને સપોર્ટ કરતા હોય તે જીતે તો પુરુષોના ટેસ્ટોસ્ટેરોનું લેવલ 20 ટકા વધી જાય છે. પરંતુ મહિલાઓ સ્પોર્ટ્સ જુએ તેના કરતાં રમે તો તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં વધારો થાય છે.
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
રાત્રે નવ વાગ્યે: આ સમયે પુરુષનું ટેસ્ટોસ્ટેરોન લેવલ આખા દિવસના સૌથી નીચા સ્તરે આવી ગયું હોય છે. પરંતુ મહિલાઓમાં આ સમયે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સૌથી ઊંચું હોય છે.
 
 
Photo - પુરુષોને સવારે કેમ થાય છે સેક્સ કરવાની ઈચ્છા?
રાત્રે દસ વાગ્યે: આ સમયે પુરુષના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ભલે નીચું હોય, પરંતુ તેઓ સેક્સ માટે તૈયાર હોય છે. કારણકે, સ્ત્રીઓની સરખામણીએ તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ હોય છે. આ સમયે જો જાતિય સંબંધ બંધાય અને જો સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો તેનું ક્લાઈમેક્સ ઓછું અસરકારક હોય છે.