નોન કન્ઝમ્પશન મોટો ઇશ્યુ છેઃ તેમના નેચરમાં ડિફરન્સિસ, ભૂતકાળની રિલેશનશિપ્સ, એક્સપેક્ટેશન્સ, હકીકતને સંતાડવીની સાથે નોન કન્ઝમ્પશન ઓફ મેરેજ પણ ડિવોર્સના મુખ્ય કારણોમાં છે. ઇગો હેસલ્સ અને ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડેન્સનો પણ તેમાં હાથ છે. એડવોકેટ એસ જે નગસરી જણાવે છે કે, 'ફેમિલીની વધારે પડતી દખલગીરી પણ કોઇ પણ રિલેશનશિપમાં રેડ સિગ્નલ તરીકે જોવાય છે.
દિલ્હીની એક છોકરી મુંબઇના છોકરા સાથે પરણી અને તેમના હનીમૂન પછી તે તેની મમ્મીના ઘરે વધારે જવા માંડી. આને કારણે છોકરાને થવા માંડ્યું કે તેમની પર્સનલ લાઇફમાં આ વધારે દખલ છે. જ્યારે સામે પક્ષે લગ્નના એક વર્ષમાં આઠ વાર તેની મમ્મીને ત્યાં રોકાવા ગયેલી છોકરીએ તેના પતિ પર દોષ ઢોળ્યો.'
ટોલરન્સ માટે સમય નહીંઃ રોજબરોજના જીવનમાં સ્ટ્રેસમાં વધારો લોકોમાં વધારે ટેન્શન ક્રિએટ કરે છે. ઘણી બધી વસ્તુઓ સાથે કોમ્પ્રોમાઇઝ કર્યા પછી વ્યક્તિ એવા સ્તર પર પહોંચી જાય છે કે જ્યાં તે આગળ કોઇ જ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતી. આ મોટે ભાગે હાયર મીડલ ક્લાસમાં વધારે જોવા મળે છે.
યંગ કપલ્સ કોઇ જ કોમ્પ્રોમાઇઝ કરવા નથી માંગતા હોતા. સાઇકોલોજીસ્ટ અને મેરેજ કાઉન્સેલર નંદિતા શર્મા કહે છે કે, મેં એવા ઘણા કપલ્સ જોયા છે કે જે તેમના લગ્નના બે ત્રણ મહિનામાં જ ડિવોર્સ લઇ લેતા હોય છે.
આમાંના મોટાભાગના કેસિસમાં તેમની પાસે એકબીજાને ઓળખવાનો સમય હોય છે અને તે લોકો ફિઝિકલી ઇન્ટિમેટ પણ હોય છે. છેલ્લા પાંચ મહિનામાં સ્ત્રીઓ ડિવોર્સ લેવા માટે વધુ આવી રહી છે. તેઓ પુરુષો જેટલું જ કમાય છે અને પુરુષોની અનરૂલી ડિમાન્ડ્સ અને બિહેવિયરને સહન નથી કરતી.
કપલ્સ માટે ટિપ્સઃ તત્ક્ષણ લીધેલા નિર્ણયો પછી પસ્તાવો અપાવે છે. અરેન્જ મેરેજમાં એક બીજાને સારી રીતે ઓળખવા ખૂબ જ જરૂરી છે. કપલ્સે એ જાણવાની જરૂર છે કે એક બીજાને ઓળખવામાં અને સાથે વિકસવામાં થોડો સમય લાગતો હોય છે. સાથે તે જેવા હોય તેવા સ્વિકારવા પણ અગત્ત્યની વાત છે.
મેરેજ એક રીતે વર્ક ઇન પ્રોગ્રેસ છે. તેને તમે જે રીતે કારને મેઇન્ટેઇન કરો તે રીતે મેઇન્ટેઇન કરતા રહેવું પડે છે જેથી તે સતત ચાલ્યા કરે.
No comments:
Post a Comment