Wednesday 20 January 2016

ના દવા, ના ટોનિક આ રીતે વધારો પુરુષત્વ

Photo - આ રીતે વધારો પુરુષત્વ
આજે પુરુષત્વની ખામી દુનિયાની સામે એક મોટી સમસ્યા બની ગઈ છે. દુનિયા વાયેગ્રા જેવી દવાઓનો સહારો લેવા મજબૂર છે. આ દવાઓના સાઈડ ઈફેક્ટ પણ સામે આવી રહ્યા છે. આપણા મહાન ઋષિમુનિઓએ આ સમસ્યાનું નિદાન પણ આયુર્વેદ દ્વારા કર્યું છે. આનંદનું રહસ્ય આપણા પૂર્વજ બરાબર જાણતા હતા અને તેમણે તેને આપણા માટે સુલભ પણ કરાવ્યું છે. જે આ રહસ્યને જાણે છે તે આજે પણ લાભ ઉઠાવી રહ્યા છે. તમે પણ લાભ ઉઠાવો....
 
 
Photo - આ રીતે વધારો પુરુષત્વ
પુરુષે સૌથી પહેલા પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું જોઈએ. જો વ્યક્તિ સમગ્ર જીવન સુધી આનંદિત જીવવા માંગે છે તો તેણે પોષ્ટિક પદાર્થો અને પુષ્ટિકારક યોગોનું સેવન કરતા રહેવું જોઈએ. દરેક પુરુષ ઈચ્છે છે કે તેના પુરુષત્વનો અંત ન આવે. તેના માટે તે ઘણા પ્રયત્નો પણ કરે છે અને ક્યારેક ડોક્ટર પાસે પણ જાય છે. પરંતુ હવે કોઈએ ડોક્ટર પાસે જવાની જરૂર નથી, આ વાતોનું ધ્યાન રાખો...
 
Photo - આંબળાથી શરૂઆત
આંબળા ગુણોની ખાણ છે તેમજ બધા પ્રકારના રોગો સામે લડવા પમાટે રોગ પ્રતિકારક ક્ષમતા પેદા કરે છે. તે વિટામિન-સીનું અદ્ભૂત સ્ત્રોત છે. એક આંબળામાં સંતરાની સરખામણીમાં ૨૦ ગણું વધારે વિટામીન સી હોય છે. આયુર્વેદમાં આંબળાને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. આંબળાથી જ આયુર્વેદનું ચમત્કારીક રસાયણ ચ્યવનપ્રાશ બનાવાય છે કે જે બધા પ્રકારના રોગોમાં લાભદાયી હોય છે. આંબળાનો એક ગુણ પૌરુષ શક્તિ વધારતો છે.
 
 Photo - ડ્રાયફૂટ ખાઓ
ક્ષમતા વધારવામાં મધ અને ભીની બદામ કે કિશમિસને દૂધમાં ભેળવી દરરોજ પીવાથી ઘણો લાભ થાય છે. બદામ, કિશમિશને પલાળીને નાસ્તામાં લેવાથી પણ લાભ થાય છે.
 
Photo - તડકો ખાઓ
જે પુરુષ પોતાનું પુરુષત્વ વધારવા ઈચ્છે તેણે તડકો ખાવો જોઈએ. એવું કરવાથી તે પોતાનું પુરુષત્વ વધારી શકે છે. તડકામાંથી મળતું વિટામીન ડી પુરુષત્વ વધારે છે. જોકે તેમાં પણ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા સવારના તડકો જ લેવો કેમકે તેમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ખૂબ જ ઓછા હોય છે.
 
Photo - બદામ, પિસ્તા અને દૂધ બેસ્ટ
બ્રિટિશ સંશોધનમાં માનવામાં આવ્યું છે કે, રોજ બદામ અને પીસ્તાનું સેવન કરવાથી પુરુષોને આ સમસ્યાથી છૂટકારો મળે છે અને તેમની યૌન ક્ષમતા વધે છે. એ જ કારણ છે કે ભારતીય સભ્યતાથી લઈને રોમન સભ્યતા સુધી લગ્નની પહેલી રાત્રે નવવિવાહિત જોડીને બદામ, પિસ્તા અને દૂધ વગેરે આપવામાં આવે છે.
 
Photo - સાઈકલ પર થાવ સવાર
સવારે જલદી ઉઠો, એટલે કે તડકો નિકળવાથી પહેલા અને તાજું પાણી પીવો પછી થોડી વાર રોકાઈને સાઈકલ ઉઠાવો અને નિકળી જાઓ લગભગ ૧૦ કિલોમીટર અને પછી પાછા આવો. આ પ્રકારે ૨૦ કિલોમીટર સાઈકલ ચલાવો, વચ્ચેમાં એક દિવસનો ગેપ રાખો.
 
Photo - લીલાં શાકભાજી
લીલાં શાકભાજી અને ફોતરાંવાળી દાળ રોટલીની સાથે ખાઓ. રોટલી માખણ કે મલાઈની સાથે લો. ભોજનમાં સલાડનો ભરપૂર ઉપયોગ કરો અને ડુંગળી, લસણ અને આદુનો સંતુલિત ઉપયોગ કરો.
 
Photo - પ્રાકૃતિક ભોજન લો
શક્તિ વધારવા કે જાળવી રાખવા માટે પ્રાકૃતિક ભોજન લેવું જોઈે. જેમકે, અનાજ, તાજા લીલાં શાકભાજી, સલાડ, પોલિશ કર્યા વિનાના ભાત, તાજા ફળ, સૂકા મેવા, ચોકરયુક્ત લોટની રોટલી, અંકુરિત ખાદ્ય અન્ન, દૂધ, ઘી, ઈંડા તથા દરિયામાંથી પ્રાપ્ત થતું ભોજન વગેરે.
 
Photo - શાકાહારી ભોજન લો
તમારે ક્ષમતા વધારવા માટે માંસાહારીને બદલે શાકાહારી ભોજન લેવું જોઈએ અને તેમાં પણ નિયમિત રીતે લીલાં પાંદડાંવાળી શાકભાજી લેવી જોઈએ.
 
 
Photo - પ્રોટીન અને વિટામિનનો મારો રાખો
ક્ષમતામાં વૃદ્ધિ કરવા માટે પ્રોટીન અને વિટામિન ઘણું મદદગાર સાબિત થાય છે. એટલા તમારે તમારા ભોજનમાં પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોને લેવા જોઈએ જેથી તમારા શરીરમાં સ્ફૂર્તી પણ આવશે. મોટા પ્રમાણમાં પ્રોટીન લો.
 
Photo - ફાસ્ટ ફૂડથી દૂર રહો
ફાસ્ટ ફૂડ, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પિઝ્ઝા, બર્ગર તેમજ ચાઉમીન વગેરેનું સેવન નિયમિત રીતે કરવાથી ઉર્જા ઘટે છે. એવામાં આ વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ.
 
Photo - પ્રકૃતિની નજીક રહો
રોજ દહીનું સેવન કરો તથા સાંજે દ્રાક્ષના જ્યૂસમાં મોસંબી કે લીંબુનો રસ નાખી પીવો. ભોજનમાં સાદુ અનાજ લો. ખુલ્લામાં કે છત પર સુવો અને મચ્છરથી બચવા મચ્છરદાનીનો પ્રયોગ કરો.
 
Photo - પછી જુઓ જાદુ

આ ઉપયા એક સાથે લઈને ચાલો અને પછી જુઓ જાદુ...ટેસ્ટેરોન વધવાની સાથે-સાથે તમારું જીવન પણ આનંદિત થઈ જશે.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

No comments:

Post a Comment