તમે તમારા પાર્ટનરને બીચ પર વોક લેવા જવાનું કહો તો તે આમાંથી કેવી રીતે રિએક્ટ કરે છે?
A. તે તમારી સામે એ રીતે જુએ કે જેમાં તેની નજર કહેતી હોય કે આમ કહેવા માટે હું તને પ્રેમ કરું છું અને તે તમારી સાથે બીચ પર આવે.
B. ના, બીચ ચોખ્ખો નથી અને તેને ટીવી પર શો જોવો છે અથવા એક રોમેન્ટિક ડિનર પર જવું છે.
C. તું જે ઇચ્છે તે, જો તારે બીચ પર જવું હોય તો હું તારી સાથે આવીશ.
D. વાત જ ના કરીશ.
શું તે તમારા બર્થ ડે કે એનિવર્સરી પર સો ગુલાબનું બૂકે આપે છે?
A. હા, અને આગળના દિવસે ઓર્કિડ્સ પણ આપે છે. તેને ખબર છે કે મને ફૂલ કેટલા ગમે છે.
B. ના, એને લાગે છે ફૂલ તો કરતાં બીજું સારું છે. તે આ ગોલ્ડ કે સિલ્વર રિંગ અથવા ડિનર માટે રૂપિયા સેવ કરશે.
C. તને ગમે છે એટલે લાવી દઉં પણ 100 ગુલાબ નહીં.
D. તેને લાગે છે ફૂલ પૈસાનો બગાડ છે.
તમે અને તમારા પાર્ટનર ડેટ પર છો, તમે શું પહેરશો?
A. હું મારું સેક્સીએસ્ટ આઉટફિટ પહેરીશ. તેને ગમે તેવા કપડાં પહેરીશ.
B. હું કશુંક એવું પહેરીશ કે જેમાં હું કમ્ફર્ટેબલ રહું.
C. કંઈ પણ પહેરીશ એનો કોઈ ફરક નથી પડતો. તે મને પ્રેમ કરે જ છે.
D. હું ડેટ કેન્સલ કરીશ. મને તેની સાથે વધારે બહાર જવું ગમતું નથી.
તમારા પાર્ટનરના મતે એક 'પરફેક્ટ ડેટ' શું હોય શકે?
A. તે જ પ્લાન બનાવે છે. અમે યોટ પર ફ્લાવર્સ, કેન્ડલ લાઇટ ડિનર લઇએ છીએ. પાછળ લાઇવ
મ્યુઝિક વાગતું હોય અને અમે તેના પર ડાન્સ કરીએ છીએ.
B. એક સરસ ડિનર અને પછી મૂવી.
C. નજીકના પિત્ઝા કે બર્ગર જોઇન્ટ પરથી ફૂડ લઇને ઘરે જઇને બને તેટલો સમય તમારી સાથે પસાર કરે.
D. તેને લાગે છે કે કોઇ જ ડેટ ક્યારેય પરફેક્ટ ન હોઇ શકે.
તેણે તમારા માટે ક્યારેય કવિતા કે ગીત લખ્યા છે?
A. હા, તે કાયમ આવું કરે છે.
B. કોઇક વાર તે મારા માટે સરસ સોંગ ગાઇને મને ડેડિકેટ કરે છે.
C. ના, પણ તે મારા માટે સારી વાતો કરે છે.
D. ના, ક્યારેય નહીં.
તમારો સ્કોર
તે ડાઈ હાર્ડ રોમેન્ટિક છે: જો તમે મેક્સિમમ A નંબર્સ મેળવ્યા હોય તો તમારો પાર્ટનર ડાઈ હાર્ડ રોમેન્ટિક છે. તે તમારા પ્રેમમાં ગળાડૂબ છે અને તમારી ખૂબ કાળજી રાખે છે.
તમારો પાર્ટનર પ્રેક્ટિકલ છે: જો તમારા જવાબમાં મોટા ભાગે B જ આવ્યા હોય તો તમારો પાર્ટનર એવો છે કે જે તમારી કેર કરે છે, પરંતુ તે ખૂબ જ પ્રેક્ટિકલ છે. તેને તમને ફ્લાવર્સ આપવાના બદલે તમારી સાથે ડિનર પાછળ રૂપિયા સ્પેન્ડ કરવાનું ગમશે.
પ્રેમ એટલે ફક્ત રોમાન્સ નહીં: જો તમારા જવાબોમાં મોટા ભાગે C હોય તો તમારો પાર્ટનર તમને હેપ્પી રાખવા માગે છે. જો તમે રોમેન્ટિક હોય તો તમારે ફક્ત રોમાન્સનું એલિમેન્ટ વધે એવી કોશિશ કરવી જોઈએ.
રોમેન્ટિક? એટલે શું? જો તમારા લગભગ બધા જ જવાબ D હોય તો અમે સવાલ પૂછીએ છીએ કે, શું તમે ખરેખર આ રિલેશનશિપમાં માનો છો/ તમારા પાર્ટનરને તમારામાં ઇન્ટરેસ્ટ હોય એમ લાગતું નથી.
No comments:
Post a Comment