સાંજે સાત વાગ્યે: આખા દિવસના સ્ટ્રેસ બાદ સાંજે સાત વાગ્યે પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ડાઉન હોય છે. જોકે, મ્યુઝિક સાંભળવાથી તેના લેવલ પર સીધી અસર થાય છે. રિસર્ચ એવું કહે છે કે, મ્યૂઝિકથી સ્ત્રી રિલેક્સ થાય છે, અને તેની જાતિય ઈચ્છા વધે છે. પરંતુ પુરુષોમાં તેની ઊંધી અસર થાય છે અને તેના ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે.
સાંજે આઠ વાગ્યે: ટીવી પર જો કોઈ રસપ્રદ મેચ ચાલતી હોય તો, તેનું રિઝલ્ટ પણ પુરુષના ટેસ્ટોસ્ટેરોન લેવલ પર અસર કરી શકે છે. રિસર્ચ અનુસાર જો પોતે જે ટીમને સપોર્ટ કરતા હોય તે જીતે તો પુરુષોના ટેસ્ટોસ્ટેરોનું લેવલ 20 ટકા વધી જાય છે. પરંતુ મહિલાઓ સ્પોર્ટ્સ જુએ તેના કરતાં રમે તો તેમના ટેસ્ટોસ્ટેરોન લેવલમાં વધારો થાય છે.
રાત્રે નવ વાગ્યે: આ સમયે પુરુષનું ટેસ્ટોસ્ટેરોન લેવલ આખા દિવસના સૌથી નીચા સ્તરે આવી ગયું હોય છે. પરંતુ મહિલાઓમાં આ સમયે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ સૌથી ઊંચું હોય છે.
રાત્રે દસ વાગ્યે: આ સમયે પુરુષના ટેસ્ટોસ્ટેરોનનું સ્તર ભલે નીચું હોય, પરંતુ તેઓ સેક્સ માટે તૈયાર હોય છે. કારણકે, સ્ત્રીઓની સરખામણીએ તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ હોય છે. આ સમયે જો જાતિય સંબંધ બંધાય અને જો સ્ત્રીમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઓછું હોય તો તેનું ક્લાઈમેક્સ ઓછું અસરકારક હોય છે.
No comments:
Post a Comment