Saturday, 30 January 2016

આ પાંચ વાતોથી પાવરફુલ વ્યક્તિ દૂર રહે છે

Photo - આ પાંચ વાતોથી પાવરફુલ વ્યક્તિ દૂર રહે છે
પાવરફુલ વ્યક્તિ એ વાત સમજે છે કે તેમનો એક-એક શબ્દ વજન રાખે છે, એટલે તે કાર્યસ્થળ પર એક-એક શબ્દ તોળી-તોળીને અને સંતુલિત રીતે બોલે છે. જો તમે પણ પાવરફુલ બનવા ઈચ્છો છો તો આ વાક્યોને બોલવાથી દૂર રહેજો. અમે જણાવી રહ્યા છીએ પાંચ એવા વાક્યો જેનાથી દૂર રહેવાથી તમે પણ પાવરફુલ વ્યક્તિ બની શકો છો.
 
 
Photo - તમે સાચું કહું તો...
તમે ઘણી વખત જોયું હશે કે કોઈ તમને વાત મનાવવા માંગે છે કે પોતાને પારદર્શી બતાવવા માંગે છે તો કહે છે કે, 'તમને સાચું કહું તો' કે 'પ્રામાણિકતાથી કહું છું'. પાવરફુલ વ્યક્તિ આવા વાક્યોનો કાર્ય સ્થળે ક્યારેય ઉપયોગ કરતા નથી. એક રીતે આ શબ્દો બતાવે છે કે તે ખોટું પણ બોલી શકે છે અને તેમની વિશ્વનિયતા પર સવાલ ઉભા થઈ શકે છે. પાવરફુલ લોકો કોઈ પણ વાત મનાવતી કે કહેતા સમયે કોઈ શરત નથી મૂકતા.
 
 
 Photo - હું એકલો કામ કરું છું...
ઘણા લોકો કહે છે કે હું કોઈની મદદ નથી લેતો, જે કરું છું મારા દમ પર જ કરું છું. આ વાક્ય ઘણું ઝડપે લોકપ્રિય થઈ રહ્યું છે. જ્યારે હકિકત એ છે કે દુનિયામાં દરેક વસ્તુ એક-બીજા સાથે જોડાયેલી છે અને પાવરફુલ લોકો એ વાતને સારી રીતે સમજે છે. તે બીજાની સાથે મળીને કામ કરે છે અને પોતાના કામને સારું અને સફળ બનાવે છે. પાવરફુલ લોકો ખાસ કરીને કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હોય છે તો કોઈની પણ મદદ માંગવામાં, સલાહ લેવામાં કે ફીડબેક માંગવામાં થોડો પણ સંકોચ કરતા નથી. તે એવું કામ નથી કરતા જેનાથી કે લોકોનો તેમના પરથી ભરોસો ઉઠી જાય.
 
 
 Photo - આ મારી સમસ્યા નથી...
પાવરફુલ લોકો સમસ્યાઓ પસંદ કરે છે. તે તેનાથી દૂર ભાગતા નથી. કાર્ય સ્થળ પર તે પડકારોનો સામનો કરે છે અને તેને સમાધાનમાં બદલે છે. તે જવાબદારીથી ભાગતા નથી પરંતુ તે એમ કહીને તેને ગળે લગાવે છે કે 'એ મારા પર છોડી દો' કે 'હું તેને હેન્ડલ કરીશ'. જ્યારે જવાબદારી લેવાની વાત આવે તો તે આગળ આવે છે અને જ્યારે ક્રેડિટ લેવાની વાત આવે તો તે બીજાનો ખ્યાલ રાખી પોતાને પાછળ રાખે છે. તે લોકપ્રિયતાના સ્થાન પર સન્માન ઈચ્છે છે.
 
 
Photo - આ અશક્ય છે...
પાવરફુલ લોકો ક્યારેય પણ એવું નથી કહેતા કે આ કામ 'અશક્ય' છે. તેના બદલે તેઓ કહે છે કે તે હું કરી શકું છું.
 
 
 
Photo - એમાં હું શું કરી શકું?
કાર્ય સ્થળ પર આ વાક્યો બોલનારા લોકો પરિસ્થિતિ સામે શસ્ત્રો હેઠાં મૂકી દે છે અને પોતાને બદલવાની સંભાવના સામે હાર માની લે છે. તેના બદલે પાવરફુલ લોકો એમ કહે છે કે, તેના બદલે શું થઈ શકે? તેઓ શું બદલી શકે અને કોને પ્રભાવિત કરી શકે છ, તેની મર્યાદા નક્કી નથી કરતા.
 
 
 

No comments:

Post a Comment