છોકરો હોય કે છોકરી, લગ્ન જીવનનો એક તબક્કો છે જેને લઈને બંને ઉત્સાહિત તેમજ ચિંતિત રહે છે. ભારતમાં જ્યાં લગ્ન પારિવારિક મુદ્દો છે, અને પરિવારજનો જ મોટાભાગે લગ્ન નક્કી કરતા હોય છે, ત્યારે ટૂંકા પરિચયમાં કોઈની સાથે જીવનભરના સંબંધમાં બંધાવું ઘણીવાર અઘરૂં થઈ જતું હોય છે. યંગ જનરેશનમાં પણ અરેન્જ મેરેજને સેફ માનનારો એક મોટો વર્ગ છે. અરેન્જ મેરેજમાં ટૂંકી મુલાકાતમાં જ તમારે મોટો નિર્ણય લઈ લેવાનો હોય છે. ત્યારે છોકરા-છોકરી બંને વચ્ચે કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવી ખાસ્સી મહત્વની બની જાય છે.
સૌથી પહેલો મુદ્દો હોય છે ભણતરનો. આજના હરિફાઈના જમાનામાં ભણતર ખાસ્સું મહત્વ ધરાવે છે. અરેન્જ મેરેજમાં મોટાભાગે લોકો આ અંગેની વાત છૂપાવે છે અને ક્યારેક તો ખોટું પણ બોલી નાખે છે. મહત્વનું છે કે, એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જો મોટું અંતર હોય તો બંને પાત્રો વચ્ચે તેને લઈને સમસ્યા થઈ શકે છે. તેવામાં જો આ અંગે સાચી માહિતી મેળવ્યા વગર જ તમે વિવાહના બંધનમાં બંધાઈ જાઓ તો તે બંધન તમારા માટે ગૂંગણામળ ભર્યું બની શકે છે.
બંનેની ચોઈસ: તમારા બંનેની પસંદ-નાપસંદ, ખાન-પાનની આદતો જેવી વસ્તુ પણ ઘણી મહત્વની છે. તેના કારણે જ તમારૂં બોન્ડિંગ સ્ટ્રોંગ બને છે. તેવી જ રીતે, તમારા શોખ પણ એકબીજા સાથે મેળ ખાય તે જરૂરી છે. તમને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ હોય, અને તેને તેમાં જરાય રસ ન પડે તો તમારી વચ્ચે એક અંતર ઉભું થઈ શકે છે. માટે, બહેતર છે કે તમે એકબીજાના શોખને પહેલાથી જ જાણી લો.
હા, એક અપવાદ ચોક્કસ છે કે જો તમે તમારી પસંદ છોડીને તેની પસંદ અપનાવી લો, કે પછી બંનેના સ્વભાવમાં જ સમતૂલન સાધી લેવાનો ગુણ હોય તો તમારૂં લગનગાડું સારી રીતે ચાલશે. માટે જ, લગ્ન પહેલા પોતાને સમજ્યા બાદ સાથઈની પસંદ-નાપસંદનું આકલન પણ ચોક્કસ કરો. વળી, અર્બન લાઈફસ્ટાઈલમાં ફ્રેન્ડસનું સર્કલ મોટું હોય તો તમારે તમારા ફ્રેન્ડ્સ પછી ભલે તે છોકરી હોય કે છોકરો તે અંગે કંઈપણ છૂપાવવું ન જોઈએ. કારણકે, તમને ભલે આ વાત સામાન્ય લાગે, પરંતુ દરેક કિસ્સામાં તે સામાન્ય નથી હોતી.
લગ્ન પહેલા સામેવાળા પાત્રને તેને નોકરી કરવામાં કે કોઈ ક્ષેત્રમાં આગળ વધવામાં રસ છે કે નહીં તે પણ ખાસ પૂછી લેવું જોઈએ. લ્ગનના પ્રેશરમાં કેટલીક છોકરીઓ નોકરી છોડી દે છે, પરંતુ લગ્ન બાદ તે તેમ નથી કરી શકતી. તેવામાં પતિ-પત્ની અને સાસરિયા વચ્ચે મનભેદ થઈ શકે છે. વળી, છોકરીને જો તમામ લાયકાત હોવા છતાં નોકરી ન કરવા દેવાય તો પણ તે અંદરખાને પરેશાન રહ્યા કરે છે. માટે જ, લગ્ન પહેલા તો આ મુદ્દો તમારે સ્પષ્ટ કરી જ લેવો જોઈએ.
આમ તો, લગ્ન પહેલા લેણ-દેણની વાત કરવી કે ફાઈનાન્શિયલ કન્ડિશન અંગે પૂછવું સારૂં નથી લાગતું. પરંતુ શક્ય છે કે પોતાના થનારા પતિનું ફાઈનાન્શિય સ્ટેટસ જાણવાની કોઈ છોકરીને સ્વાભાવિક ઈચ્છા હોય. કારણકે, નાણાંકીય જવાબદારી મોટાભાગે પુરુષોને જ નીભાવવાની હોય છે. જો છોકરી નોકરી કરતી હોય તો બંને પાત્રોએ એકબીજાના પગાર પણ જાણી લેવો જોઈએ. જેથી સાથે મળીને ફ્યૂચર પ્લાન કરી શકાય.
No comments:
Post a Comment