બિઝનેસ ડેસ્કઃ સોનાની કિંમતમાં પાછલા બે વર્ષમાં ઘટાડો આવ્યો છે, છતાં ભારતમાં તે હજુ ઘણું મોંઘું છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવી જ જગ્યા છે જ્યાં સોનું કોડીઓના ભાવે ખરીદી શકાય છે.
આ નદીના પાણીમાંથી મળે છે સોનાના કણ.
ઝારખંડની રાજધાની રાંચીથી આશરે 15 કિલોમીટર દૂર રલગર્ભામાં વહેતી સ્વર્ણરેખા નદી કોઇ સામાન્ય નદી નથી. કેમ કે આ નદીમાં સોનાનો એટલો મોટો ભંડાર સમાયેલો છે જેનો અંદાજ પણ લગાવી શકાતો નથી.
આ નદીના પાણીમાં સોનાના કણ મળી આવે છે. અહીં રહેતા આદિવાસી દિવસ રાત આ કણોને એકત્ર કરે છે. મોટા મોટા વેપારીઓ અહીં આવે છે અને આદિવાસીઓ પાસેથી ઓછી કિંમતે સોનું ખરીદી લે છે.
આ નદી કોઇ બીજી નદીમાં મળતી નથી. પરંતુ આ નદી સીધી બંગાળની ખાડીમાં પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આજ સુધી ગમે એટલા સરકારી મશીનો દ્વારા આ નદી પર શોધ કરવામાં આવી છે પરંતુ એ વાતની ખબર નથી પડી કે આખરે આ કણ જમીનના ક્યા ભાગમાં વિકાસ પામે છે.
ભૂતકાળ કંઇક આવો છે
એક માન્યતા અનુસાર રાંચીમાં પિસકા ગામ નજીક નદીના મુખ પાસે સોનું ખોદી કાઢવામાં આવ્યું હતું. તેથી જ આ નદીનું નામ સ્વર્ણ રેખા પાડવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે. ‘સોનાનો પટ્ટો’. દંતકથાઓમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ નદીમાંથી સોનું મળી આવ્યુ છે. હાલમાં પણ લોકોને નદીની રેતીમાંથી સોનું મળી આવે છે.
નદી પરથી પડે છે ધોધ
આ નદી પરથી એક ધોધ વિકસાવવામાં આવ્યો છે જેનું નામ છે હુન્ડ્રા ધોધ. તે 98 મીટર (322 ફૂટ)ની ઊંચાઇએથી પડે છે. ધોવાણને કારણે આપોઆપ સર્જાયેલા ખડકોએ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

No comments:
Post a Comment