Wednesday 10 February 2016

જાણો, ભારત બ્રિટીશ શાસન પહેલા શા માટે કહેવાતુ હતું ‘સોને કી ચિડીયા’...

બિઝનેસ ડેસ્કઃ તમને કદાચ બહુ ઓછો ખ્યાલ હશે કે ભારતમાં બ્રિટીશ શાસન સ્થપાયું તે પહેલા તે અત્યંત સમૃદ્ધ રાષ્ટ્ર કહેવાતુ હતુ. તે સમયે વસ્તી વિસ્ફોટ ન હતો અને આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં અનાજ પુરવઠો હતો. કૃષિ સમૃદ્ધ હતી અને વિદેશ સાથેનો વેપાર વેગવંતો હતો. ફક્ત નાણાંની દ્રષ્ટિએ જ નહી પરંતુ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ પણ ભારત સમૃદ્ધ દેશ હતો. ટૂંકમાં કહીએ તો આપણે દરેક દ્રષ્ટિએ વર્લ્ડ લીડર હતા!  ટૂંકમાં, જેને ‘સોને કી ચિડીયા’ કહી શકાય તેવા દરેક ગુણો ભારત ધરાવતુ હતુ.

ભારત વૈશ્વિક પાવરહાઉસ હતું તેને સમર્થિત થોડી વિગતો 

એ કહેવામાં જરાયે અતિશયોક્તિ નથી કે ભારત 1 એડી અને 1000 એડીની વચ્ચે વિશ્વનું સૌથી મોટુ અર્થતંત્ર હતુ. જ્યારે આજે આપણે વિશ્વ વેપારનો ફક્ત 2 ટકા હિસ્સો ધરાવીએ છે, 1500 એડીમાં વૈશ્વિક અર્થતંત્રમાં આપણું યોગદાન આશરે 24.5 ટકા જેટલું હતુ. જે યુરોપના સમગ્ર હિસ્સાની સમકક્ષ હતું 

જ્યારે ભારત પર મુઘલોનું રાજ હતુ દેશની આવક 17.5 મિલીયન પાઉન્ડ હતી, જે સમગ્ર ગ્રેટ બ્રિટનની તિજોરી કરતા વધુ હતી. આવા સંજોગોમાં 1757માં જ્યારે મિર જાફરે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને 3.9 મિલીયન પાઉન્ડની ચૂકવણી કરી હતી તેમા નવાઇ પામવા જેવું કશુ નથી!.

જ્યારે બાકીનું વિશ્વ બદલા પદ્ધતિમાં ભાગ લેતુ હતું ત્યારે ભારત નાણાં આધારિત વેપાર લાગુ પાડનારા અનેક દેશોમાંનુ એક હતું .
5મી સદીના એક પુસ્તકમાંથી જાણવા મળ્યા અનુસાર શ્રેની કે જે વેપારીઓનું એક મંડળ હતું, તેઓ કાચો માલ પ્રાપ્ત કરતા હતા, ઉત્પાદિત ચીજોની ગુણવત્તા અને તેની કિંમતને અંકુશમાં રાખતા હતા અને તેના વેચાણ માટેના બજારો શોધી કાઢ્યા હતા!

ઇતિહાસે કરવટ બદલી અને આપણી સંપત્તિ ધોવાઇ ગઇ છે. શા માટે એક સમયના વિશ્વના સૌથી શ્રીમંત રાષ્ટ્રને આજે વિકસિત દેશનું લેબલ લાગી ગયુ છે? આ ઘટાડા માટે આપણા દેશમાં એકતાના અભાવને દોષ આપી શકાય. આ બાબતને વધુ સારી રીતે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શબ્દોમાં લખી શકાય.

“બ્રિટીશ શાસન સામેની આપણી ફરિયાદો માટેના પૂરતા ધોરણો છે તેમાં કોઇ શંકા નથી. 1700ના વર્ષમાં વૈશ્વિક આવકમાં ભારતનો હિસ્સો 22.6 ટકાથી ઘટી ગયો હતો જે, તે સમયના યુરોપના હિસ્સાની લગભગ સમાન આવી ગયો હતો, જે અંતે ઘટીને 1952માં 3.8 ટકા જેટલો ઓછો થઇ ગયો હતો.”

No comments:

Post a Comment